ફિલ્મ જગત
News of Tuesday, 6th February 2018

રોહિત શેટ્ટી કરશે મરાઠી ફિલ્મનું નિર્માણ

મુંબઈ:ઍક્શન મૂવી બનાવતા પ્રોડ્યુસર રોહિત શેટ્ટી હવે ચાર કૉલેજિયનોની વાર્તા પર આધારિત એક મરાઠી ફિલ્મ બનાવશે.

ફિલ્મનું ડિરેક્શન વિહાન સૂર્યવંશી કરશે. ફિલ્મ માટે તમામ કૅરૅક્ટર નવાં હશે. ચાર હીરો અને બે હિરોઇનો ધરાવતી ફિલ્મની સ્ટોરી રોહિત શેટ્ટીને ખૂબ ગમી છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ કે એપ્રિલમાં શરૂ થશે.

(4:34 pm IST)