ફિલ્મ જગત
News of Tuesday, 6th February 2018

આશિક બનાયા આપને...ઉર્વશીનો હોટ ડાન્સ

હિમેશ રેશમીયાના૨૦૦૫માં આવેલા ગીત આશિક બનાયા આપને...એ ધૂમ મચાવી દીધી હતી. ઇમરાન હાસમી અને તનુશ્રી પર એ ગીત ફિલ્માવાયુ હતું. હવે ફરીથી આ ગીત નવા રંગરૂપ સાથે જોવા-સાંભળવા મળશે. હેટ સ્ટોરી-૪માં હોટ-હોટ ઉર્વશી રૌતેલા અને કરણ વાહી પર આ ગીત ફિલ્માવાયું છે. હિમેશના આ ગીતને તનિષ્ક બાગચીએ રિક્રીએટ કર્યુ છે. ગીત વિશે બાગચીએ કહ્યું હતું કે આ ગીતનું ઓરિજીનલ વર્જન સોૈથી સારા રોમાન્ટીક સોંગ પૈકીનું એક છે. મને ખુશી છે કે આ ગીતને નવી રીતે બનાવવાની તક મળી. ગીતમાં હિમેશજીનો અવાજ તો હશે જ પણ સાથે અમે લેડીઝ વોઇસ પણ ઉમેયોૈ છે. આ માટે નેહા કક્કડથી વધુ સારુ કોણ હોય! નવા વર્ઝનને કારણે હિમેશ પણ આતુર છે. તેણે કહ્યું હતું કે આ ગીત પણ હિટ થશે. નેહાનો અવાજ લાજવાબ છે.

(9:45 am IST)