ક્રિતી સેનન સાથે છરીથી લડાઇ કરશે વાણી કપૂર
અભિનેત્રી વાણી કપૂરની બોલીવૂડમાં ડિમાન્ડ વધી રહી છે. રિતીક રોશન અને ટાઇગર શ્રોફની ડાન્સ-એકશન ફિલ્મમાં મુખ્ય રોલ માટે વાણીને પસંદ કરવામાં આવી છે. આ ઉપરાંત વિશાલ ભારદ્વાજે પણ વાણીને એક ફિલ્મ માટે પસંદ કરી છે. વર્ષ ૨૦૧૮ વાણી માટે ખુબ સારું નિવડવાનું છે. વિશાલની નવી ફિલ્મનું નામ 'છુરિયાં' છે. આ ફિલ્મમાં બે બહેનોની કહાની છે જે નાની-નાની વાતે સતત લડતી-ઝઘડતી રહે છે અને એક બીજીને મારી નાંખવા માટે છરી હાથમાં ઉઠાવી લે છે. નાની બહેનનો રોલ ક્રિતી સેનન નિભાવશે. મોટી બહેનના રોલ માટે વાણી કપૂરને પસંદ કરવામાં આવી છે. વિશાલે કહ્યું હતું કે વાણીની ફિલ્મોનું કામ તેને ખુબ ગમ્યું છે. તેની પાસેથી ખુબ સારુ કામ લઇ શકાય તેમ છે. વિશાલ પ્રેરણા અરોડા સાથે મળી ચાર ફિલ્મો બનાવી રહ્યા છે. જેમાં એકમાં વાણી ફાઇનલ છે.