ફિલ્મ જગત
News of Wednesday, 6th January 2021

ગુજરાતી પરિવારની કહાનીઃ નવો શો પંડ્યા હાઉસ

ટીવી પર આવી રહેલા નવા શોમાં 'પંડ્યા સ્ટોર' પણ ચર્ચામાં છે. સ્ટાર પ્લસ પર આવી રહેલા આ શોની કહાની  એક એવા ભાઇની છે જે પોતાની દેખભાળ કરતી પત્નિની જવાબદારી ઉપરાંત સમગ્ર પરિવારની જરૂરિયાતનો ખ્યાલ રાખે છે. ગુજરાતના સોમનાથની પૃષ્ઠભુમિને કેન્દ્રમાં રાખી બનાવાયેલા આ શોમાં કિંશુક મહાજન (ગોૈતમ પંડ્યા)ના રોલમાં અને શાઇની દોશી (ધરા પંડ્યા)ના રોલમાં છે. કિંશુક લાંબા સમય પછી ટીવી પરદે ફરીથી આવી રહ્યો છે. શાઇની પણ પોતાને મળેલા પાત્રથી અત્યંત ખુશ છે. શાઇનીએ કહ્યું હતું કે મને આનાથી વધુ સારું પાત્ર મળી શકે તેમ નહોતું. આ એવો શો છે જેવો હું ઘણા સમયથી કરવા ઇચ્છતી હતી. મને આશા છે કે મારું ધરાનું પાત્ર દર્શકોના દિલોને સ્પર્શી જશે અને એક સંદેશો પણ આપશે. શોનો પ્રોમો રિલીઝ થતાં જ ટીવી ઇન્ડસ્ટ્રીને હસ્તીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

(9:29 am IST)