નવા શોથી શિવીકા-આશેયની શરૂઆત
શિવીકા પાઠક અને આશેય મિશ્રા નવા ટીવી શોથી અભિનય શરૂ કરી રહ્યા છે. કલર્સ પરના શો ‘અગ્નિસાક્ષી-એક સમઝોૈતા' નામના શોમાં આ બંને મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. લગ્ન પણ હવે એક્સપાયરી ડેટ સાથે આવે છે એ આ શોમાં દેખાડવામાં આવી રહ્યું છે. આ એક એવી લવસ્ટોરી છે જેની શરૂઆત જ લગ્નના અંત દ્વારા થાય છે. આશેય અને શિવિકાએ અનુક્રમે સાત્ત્િવક ભોસલે અને જીવિકા રાણેનું પાત્ર ભજવ્યું છે, જેઓ રિલેશનશિપમાં રહેતાં હોય છે.
આ વિશે વાત કરતાં આશેય મિશ્રાએ કહ્યું કે ‘અમારી એક અલગ જ સ્ટોરી આ શોમાં જોવા મળશે. હું સાત્ત્િવક ભોસલેનું પાત્ર ભજવી રહ્યો છું. તે એક સફળ બિઝનેસમેન અને ફેમિલીમેન હોય છે. શિવિકાએ કહ્યું કે હું નિયતિમાં માનું છું. મારા શોની મુખ્ય સ્ટોરી પણ એના પર જ છે. જીવિકાના પાત્ર દ્વારા અભિનય શરૂ કરવો એ ખુશીની વાત છે. આ શોની સ્ટોરી એકદમ અલગ છે.