ફિલ્મ જગત
News of Saturday, 5th December 2020

હું કોવિડ-19ની તપાસમાં નેગેટિવ આવ્‍યો છું, તમારી ચિંતા અને શુભકામનાઓ માટે આભારઃ અનિલ કપૂરે ટ્‍વિટ કર્યું

મુંબઈઃ ફિલ્મ 'જુગ-જુગ જીયો' ના સેટથી સમાચાર આવ્યા કે, ઘણા સ્ટાર્સ કોરોના સંક્રમિત થયા છે. તેવામાં તે અટકળો લગાવવામાં આવી કે અનિલ કપૂર પણ કોરોના સંક્રમિત છે. હવે અનિલ કપૂરે ખુદ આ વાતનિ પુષ્ટિ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અભિનેતા અનિલ કપૂરે અટકળો પર વિરામ લગાવતા શુક્રવારે પુષ્ટિ કરી કે તે કોરોના નેગેટિવ છે. અભિનેતાએ લખ્યુ, 'અટકળો પર વિરામ લગાવતા જણાવી દઉં કે હું કોવિડ-19ની તપાસમાં નેગેટિવ આવ્યો છું. તમારી ચિંતા અને શુભકામનાઓ માટે આભાર.'

હાલમાં સમાચાર આવ્યા કે અનિલ કપૂરની સાથે ચંડીગઢમાં રાજ મહેતા દિગ્દર્શિત ફિલ્મ જુગ જુગ જિયોનું શૂટિંગ કરી રહેલા વરૂણ ધવન અને નીતૂ કપૂર કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ ત્રણેય કલાકારો સિવાય કિયારા અડવાણી પણ આ ફિલ્મમાં છે, પરંતુ તાજા રિપોર્ટ અનુસાર કિયારાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફિલ્મના ડાયરેક્ટર રાજ મેહતા પણ કોવિડ પોઝિટિવ છે.

બંન્ને કલાકારો કોરોનાથી સંક્રમિત થયા બાદ માની લેવામાં આવ્યું કે, અનિલ કપૂર પણ કોરોનાની ઝપેટમાં છે, પરંતુ કોવિડની તપાસમાં અભિનેતા નેગેટિવ આવ્યા છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે.

(5:02 pm IST)