ફિલ્મ જગત
News of Thursday, 5th December 2019

સંજય દત્તની ઈચ્છા, કૃતિ બને તેની ૩૦૯મી ગર્લફ્રેન્ડ!

શોમાં પોતાની કો સ્ટાર કૃતિ સેનન અંગે વાત કરતા તેમણે કહ્યું કે તે કૃતિના કામથી ખુબ ઈમ્પ્રેસ થયો છે અને કૃતિ તેની ૩૦૯મી ગર્લફ્રેન્ડ બની શકે છે, જો કે આ વાત તેણે હળવા મૂડમાં અને કોમેડી અંદાજમાં કરી હતી, તે ફકત પોતાના કોમિક ટાઈમિંગના કારણે આવું બોલ્યો હતો, પરંતુ આ વાત સાંભળીને ત્યાં હાજર બધા હસી પડયા હતા

મુંબઇ, તા.૫: અર્જૂન કપૂર, કૃતિ સેનન અને સંજય દત્ત ની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ પાણીપત રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મ ૬ ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ચાહકોને આ ફિલ્મની ખુબ આતુરતા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં લાગી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ કપિલ શર્માના શોમાં પણ જોવા મળશે. આ શોમાં આ વખતે જબરદસ્ત મનોરંજન જોવા મળશે.

કપિલે પૂછ્યું કે તમને પાણીપતના યુદ્ઘ અંગે ખબર હતી, તો સંજય દત્તે જવાબ આપ્યો કે હિસ્ટ્રી વાચી છે પરંતુ નંબર બહુ ઓછા આવતા હતાં. કપિલે પૂછ્યું કે કયા વિષયમાં તો સંજયે કહ્યું કે બધામાં. પછી કપિલે પૂછ્યું કે તમે સુનીલ દત્ત સાહેબના સિગ્નેચર માર્કશીટમાં કર્યા છે તો જ સંજયે જવાબ આપ્યો કે ઘણી વાર કર્યા છે. મે મમ્મી અને ટીચરના પણ સાઈન કર્યા છે. આ સાંભળીને બધા હસી પડે છે.

ત્યારબાદ કપિલ પૂછે છે કે તમારી એક ફિલ્મ આવી હતી સંજૂ. જેમાં રણબીર કપૂરે તમારી ભૂમિકા ભજવી હતી. અમે તેમા જોયું કે તમારી ૩૦૮મી ગર્લફ્રેન્ડ હતી, સર માલા પણ ૧૦૮ પર ખતમ થઈ જાય છે. જેના પર સંજયે જવાબ આપ્યો કે મારી માળા ૩૦૮ની છે અને એ હજુ અહીં ખતમ થઈ નથી. આગળ ઘણુ બધુ થઈ શકે છે.

ત્યારબાદ સવાલ પૂછાય છે કે શું માન્યતાને પહેલેથી ખબર હતી કે તમારી ૩૦૮ ગર્લફ્રેન્ડ હતી કે પછી મૂવી જોઈને ખબર પડી. સંજયે કહ્યું કે જયારે ફિલ્મ રિલીઝ થઈ તો મને પૂછ્યું હતું. મેં કહ્યું કે જૂની વાતો ભૂલી જાઓ. શું કરવાનું? આ શોમાં પોતાની કો સ્ટાર કૃતિ સેનન અંગે વાત કરતા તેમણે કહ્યું કે તે કૃતિના કામથી ખુબ ઈન્પ્રેસ થયો છે અને કૃતિ તેની ૩૦૯મી ગર્લફ્રેન્ડ બની શકે છે. જો કે આ વાત તેણે હળવા મૂડમાં અને કોમેડી અંદાજમાં કરી હતી.તે ફકત પોતાના કોમિક ટાઈમિંગના કારણે આવું બોલ્યો હતો.  પરંતુ આ વાત સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા હતાં.

(10:09 am IST)