ફરાહ ખાનની ફિલ્મમાં નજરે પડી શકે છે અનન્યા પાંડે
મુંબઇ: અનન્યા પાંડે એ સ્ટૂડન્ટ ઓફ ધ યર ટુથી બોલીવૂડમાં ડેબ્યુકર્યું છે. હવે તે કાર્તિક આર્યન સાથે પતિ, પત્ની અને વોહનું શૂટિંગ કરી રહી છે. હવે તે ફરાહ ખાનની ફિલ્મ કરે તેવી શક્યતા છે. અનન્યાએ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર પોતાની, કાર્તિકની અને ભૂમિની તસવીર સાથે ફરાહ ખાનની તસવીર મુકી છે. અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. અમારી આગામી દિગ્દર્શક, એમ તસવીર સાથે કેપ્શન લખ્યું છે. હવે અનન્યાએ આ વાત મજાકમાં કહી છે કે, વાસ્તવમાં તેઓ સાથે કામ કરવાના છે, તે તો સમય જ દાખવશે. હાલ તો ફરાહ સત્તે પે સત્તાની રીમેક બનાવાની યોજના છે. જોકે તેણે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગે હજી નિર્ણય લીધો નથી. હાલ તો અનન્યા પાસે પતિ, પત્ની ઔર વોહ ઉપરોત અલી અબ્બાસની કાલી પીલી ફિલ્મ પણ છે.