ફિલ્મ જગત
News of Tuesday, 5th November 2019

હવે રોશન પરિવારની યુવતી પશ્મિના કરશે બોલીવુડમાં ડેબ્યુ

પશ્મીના પ્રખ્યાત સંગીતકાર અને ઋતિક રોશનના કાકા રાજેશ રોશનની પુત્રી

મુંબઈ : બોલીવુડના અભિનેતા ઋતિક રોશને સુપરહીટ ફિલ્મ કહો ના પ્યાર હૈ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને તેમના પિતા રાકેશ રોશને ડાયરેક્ટ કરી હતી. હવે લગભગ બે દાયકા એટલે ૨૦ વર્ષ બાદ રોશન પરિવારથી એક વ્યક્તિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવવા તૈયાર છે. આ કોઈ બીજું નહીં પરંતુ ઋત્તિક રોશનની પિતરાઇ બહેન પશ્મીના રોશન છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્મીના રોશન પ્રખ્યાત સંગીતકાર અને ઋતિક રોશનના કાકા રાજેશ રોશનની પુત્રી છે. રાજેશ રોશને લગભગ ઋતિકની બધી ફિલ્મોનું મ્યુઝીક આપ્યું છે.

 આ ૧૦ નવેમ્બરના પશ્મીના રોશન ૨૪ વર્ષની થઈ જશે અને સુત્રો મુજબ, પશ્મીનાના મોટા પિતા રાકેશ રોશન અને તેમના પિતા રાજેશ રોશન લોન્ચ કરશે નહીં. તેમ છતાં, એમ મોટા પ્રોડક્શન હાઉસ સાથે તે ૨૦૨૦ માં ડેબ્યુ કરવા જઈ રહી છે. ઋતિક રોશન માટે પશ્મીના ખુબ પ્યારી બહેન છે અને તેમની રક્ષાબંધન સેલિબ્રેટ કરતા કેટલીક તસ્વીરો ઈન્ટરનેટ પર રહેલી છે.

સુત્રો મુજબ, પશ્મીનાનો થિએટરથી ઘણો ગાઢ રિસ્તો છે અને તેમને ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. તે સાહિત્ય નાટ્ય એકેડમી અને થીએટર ડાયરેક્ટર નાદિરા બબ્બર સાથે પણ કામ કરી ચુકી છે.

(12:01 pm IST)