ફિલ્મ જર્સીમાં ક્રિકેટરના રૂપમાં શાહિદ કપૂર
શાહિદ કપુરે તેની તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક માટે ખુબ મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે ક્રિકેટરના રોલમાં છે. આથી તે ક્રિકેટની તાલિમ લઇ રહ્યો છે. શાહિદ કપુરે ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે કબીર સિંહ બાદ એ વિચારતાં મને સમય લાગ્યો કે હવે મારે શું કરવું જોઇએ. પરંતુ જર્સી ફિલ્મની સ્ક્રિપ્ટ મારી પાસે આવતા જ મેં નક્કી કરી લીધું હતું કે હવે પછી મારે આ ફિલ્મમાં જ કામ કરવાનું છે. આ એક જબરજસ્ત પ્રેરણાદાયક ફિલ્મ છે અને એક એવી વ્યકિતની વાર્તા છે, જે ઘણા અંશે મારા જેવો છે. ક્રિકેટર યુવાનનું પાત્ર ભજવવા માટે શાહિદ નિયમિત ક્રિકેટની કોંચિંગ લઇ રહ્યો છે.ઙ્ગઆવતા મહિને ચંદીગઢમાં ફિલ્મનું શુટીંગ શરૂ થશે. શાહિદે તેના ઇસ્ટાંગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યો છે. જે ઘણો વાયરલ થયો છે. ફિલ્મના નિર્દેશનનું કામ ગૌતમ તિન્નાઉરી કરી રહ્યાં છે, તેલુગુ વર્ઝનનું નિર્દેશન પણ ગૌતમે જ કર્યું છે. ફિલ્મનું નિર્માણ અલ્લુ અરવિંદ, અમન ગિલ અને દિલ રાજુ કરી રહ્યાં છે. ફિલ્મ આવતા વર્ષે ૨૮ ઓગસ્ટે રિલીઝ થશે.