૨૩મા બુસન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાશે ફિલ્મ ભોંસલેનો પ્રીમિયર શો
મુંબઈ:વિશિષ્ટ અભિનય દ્વારા પંકાયેલા અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ભોંસલેનો પ્રીમિયર ૨૩મા બુસન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાશે એવી જાણકારી મળી હતી.ચાલુ વર્ષની ચોથીથી ૧૩મી ઓક્ટોબર સુધી યોજાનારા આ ફેસ્ટિવલમાં અ વિન્ડો ઓન એશિયન સિનેમા સેક્શનમાં રજૂ થનારી ભોંસલે ફિલ્મને કીમ જિસૌક એવોર્ડ માટે નોમિનેશન પણ મળ્યું છે. જ્યુરીએ પસંદ કરેલી બે ફિલ્મોને ફાઇનલ સેરિમનીમાં અપાનારા આ એવોર્ડમાં ૧૦ હજાર અમેરિકી ડૉલર્સનો સમાવેશ થાય છે.દેવાશિષ મખીજાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફાઇનલ સેરિમની ૧૩મી એાક્ટોબરે થવાની છે. દેવાશિષે કહ્યું કે આ ફેસ્ટિવલમાં અમારી ફિલ્મનો પ્રીમિયર યોજવાનું અમને મળેલું આમંત્રણ અમારા માટે ગૌરવદાયી વાત છે. આ એક પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ છે અને એમાં અમારી ફિલ્મનો પ્રીમિયર યોજાય એટલે એને વૈશ્વિક (ગ્લોબલ) ઓડિયન્સ મળશે.મનેાજ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરવા ઉપરાંત આ ફિલ્મનો સહનિર્માતા છે. એણે કહ્યું કે બોલિવૂડમાં મને પચીસ વર્ષ થયાં એ સમયે આ ફિલ્મને બુસન ફિલ્મ્સ ફેસ્ટિવલનું નિમંત્રણ મળ્યું એથી હું ખૂબ ખુશ છું.