ફરી શરૂ થશે નજર-૨નું શુટીંગ
ટીવી અભિનેત્રી મોનાલિસા સતત પોતાની અદાઓને કારણે સોશિયલ મિડીયા પર છવાયેલી રહે છે. સમયાંતરે તેની હોટ એન્ડ બોલ્ડ તસ્વીરો તે પોસ્ટ કરતી રહે છે. હાલમાં તે પતિ સાથે બહાર ફરવા ગઇ છે. લાંબો સમય ઘરમાં જ રહ્યા બાદ હવે તે બહાર નીકળી છે. તેણે એક પુલ પાસેની બિકીની તસ્વીર પોસ્ટ કરી છે. મુંબઇના જ આ કોઇ સ્થળની આ તસ્વીર છે. મોનાલીસાના હોટ અંદાજને તેના ચાહકો સતત પસંદ કરતા રહે છે. મુળ ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી મોનાલીસાએ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ હવે ધમાલ મચાવી રાખી છે. ભોજપુરીની સોથી વધુ ફિલ્મોમાં તેણે મુખ્ય રોલ નિભાવ્યો છે. ટીવી પરદે તે નજર-૨ નામના શોમાં ડાયનનો રોલ નિભાવતી જોવા મળી હતી. લોકડાઉનને કારણે આ શોનું શુટીંગ બંધ થઇ ગયું હતું. હવે બહુ ઝપડથી આ શોનું શુટીંગ ફરીથી શરૂ થવાનું હોઇ મોનાલિસા ખુબ ઉત્સાહિત છે. શુટીંગ શરૂ થાય એ પહેલા તેણે પતિ વિક્રાંત સાથે રજાની મજા માણી હતી. બંનેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે.