સૂરજની ગર્લફ્રેન્ડને સલમાને અપાવ્યું કામ
બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક નવા કલાકારોને તક આપી છે. તે ઘણા હીરો-હિરોઇનોનો ગોડફાધર ગણાય છે. અનેક એવા ચહેરા છે જે માત્ર સલમાન ખાનને કારણે જાણીતા છે. ડેઇઝી શાહ, વારીના હુશેન, સૂજર પંચોલી, આથિયા શેટ્ટી, પ્રનૂતન બહલ, ઝહીર ઇકબાલ જેવા અનેક નામ છે. જેને સલમાને બોલીવૂડમાં ઓળખ અપાવી છે. હવે દબંગ-૩માં તે પોતાના ખાસ મિત્ર મહેશ માંજરેકરની દિકરી સઇને પણ તક આપી રહ્યો છે. ત્યાં વધુ એક વિદેશી હસીના પર સલમાન ખાન મહેરબાન થયો છે. ફિલ્મ 'હીરો' થકી બોલીવૂડમાં આવેલા સૂરજ પંચોલીની બ્રાજીલિયન ગર્લફ્રેન્ડ લારિસા બોનેસીને સલમાનને કારણે એક મ્યુઝિમ વિડીયોમાં કામ મળ્યું છે. આ આલ્બમનું શુટીંગ લંડનમાં થશે. આ વિડીયોનું નિર્દેશન કોરિયોગ્રાફર મુદસ્સર ખાન કરશે. મુદસ્સર સલમાનનો ખાસ મિત્ર છે. લારિસાને ૨૦૧૧માં મોડેલિંગની શરૂઆત કરી હતી. તે લાંબા સમયથી સૂરજ પંચોલી સાથે ડેટીંગમાં છે. અગાઉ લારિસા દેસી બોય ફિલ્મમાં જોવા મળી હતી.