ફિલ્મ જગત
News of Thursday, 5th July 2018

ચંદા મામા દૂર કે ફિલ્મ સુશાંત સિંઘ રાજપૂતે છોડી

મુંબઈ:હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે ચંદા મામા દૂર કે ફિલ્મ છોડી દીધી હોવાની જાણકારી મળી હતી. એના પ્રવક્તાએ કહ્યું હતું કે એની અન્ય ફિલ્મોના શિડયુલ સાથે ચંદા મામાની તારીખોનો ક્લેશ થાય છે. 'જો કે આ વિષય એને ગમતો છે અને અવકાશયાત્રીના રોલ માટે એ નાસામાં જઇને તાલીમ પણ લઇ આવ્યો છે. એટલે વહેલો મોડો એ પોતે અવકાશ વિશે ફિલ્મ બનાવશે' એમ સુશાંતના પ્રવક્તાએ કહ્યું હતું. સુશાંતે ચંદ્ર પર જમીનનો એક ટુકડો ખરીદ્યો હોવાના અહેવાલને લીધે ૩૨ વર્ષનો આ અભિનેતા તાજેતરમાં મિડિયાના કેન્દ્રમાં રહ્યો હતો. સુશાંત સિંઘે અન્ય એક સાહસિક વરુણ માથુર સાથે તાજેતરમાં એક કંપની સ્થાપી હતી. આ બંને મળીને ભવિષ્યમાં અવકાશ યાત્રા વિશે ફિલ્મ બનાવશે એમ આ પ્રવક્તા કહે છે. સુશાંત પોતે વિજ્ઞાાનનો વિદ્યાર્થી રહ્યો છે એટલે એને બાહ્ય અવકાશ અને ચંદ્ર વિશે અત્યંત ઉત્સુકતા છે. આ તો હાલ એની પાસે ત્રણ ચાર સારી ફિલ્મો છે અને તારીખોની સમસ્યા છે એટલે ન છૂટકે ચંદા મામા દૂર કે ફિલ્મ એણે છોડી દેવી પડી છે એમ આ પ્રવક્તાએ વધુમાં કહ્યું ંહતું. સુશાંતના ભાગીદાર વરુણ માથુરે ચંદા મામા દૂર કે બનાવનારા ડાયરેક્ટર સંજય પુરણ સિંઘ અને નિર્માતા વીકી રાજાણીને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

(5:13 pm IST)