News of Thursday, 5th July 2018
'સૈલ્યુટ' ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરશે કિંગ ખાન
મુંબઈ: બોલીવુડના કિંગ ખાન પોતાની આગામી ફિલ્મ ઝીરોનું શૂટિંગ હમણાં જ પૂરું કર્યું છે. ત્યારે બીજી એક ફિલ્મના શૂટિંગની ડેટ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મ સૈલ્યુટ ની શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરી દેશે તેવી માહિત સૂત્રો દ્વારા જાણવા મળી છે. આ ફિલ્મ ઇન્ડિયન્સ એયર ફોર્સના પૂર્વ પાયલટ અને ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેર્શન મહેશ મથાઈ કરી રહ્યા છે. હજુ સુધી ફિલ્મ શાહરુખ ખાનની ઓપોઝીટ કઈ હિરોઈન લેવામાં આવશે પણ એવી ચર્ચા થાય છે કે કરીના કપૂરને લેવામાં આવશે.
(5:11 pm IST)