વસીમ ખાનના પાત્ર માટે નિકિતનને કરવી પડી ખુબ મહેનત
તાજેતરમાં મેકસ પ્લેયર પર રિલીઝ થયેલી નવી સિરીઝ રકતાંચલમાં નિકિતન ધીરનું પાત્ર સોૈને ગમ્યું છે. નેગેટીવ રોલમાં તે ખુબ જામ્યો છે. તેની સાથે વિક્રમ કોચર, પ્રમોદ પાઠક, ચિતરંજન ત્રિપાઠી, સોંદર્ય શર્મા, રોંજીની ચક્રબર્તી, બાસુ સોની, ક્રિષ્ના બિસ્ત પણ છે. નિકિતનને વસીમ ખાનનો રોલ મળ્યો છે. આ રોલને ન્યાય આપવા માટે તેણે ઘણુ બધુ વાંચન કરવા ઉપરાંત અનેક વિડીયો પણ જોયા હતાં. પૂર્વાંચલ, ઉત્તર પ્રદેશમાં બનેલી સત્ય ઘટનાઓનું આ સિરીઝમાં વર્ણન છે. ક્રાઇમ ડ્રામા એવી આ સિરીઝમાં પોતાના પાત્રને તૈયાર કરવા માટે નિકિતને ઘણી મહેનત કરી હતી. તેણે કહ્યું હતું કે મારો રોલ જેના પર આધારીત છે એ પૂર્વાંચલ વિશે પહેલા તો મેં ખુબ વાંચ્યું હતું. ત્યાંની ભાષા, પરંપરાનો ખ્યાલ મેળવવા મેં અનેક વિડીયો પણ જોયા હતાં. નિર્દેશક રિતમ શ્રીવાસ્તવે મારા પાત્ર માટે પુરતુ માર્ગદર્શન આપ્યું હતું. તેનાથી પણ મને ખુબ મદદ મળી હતી. નવી વાતો શીખવા માટે મારે કેટલીક જુની વાતો ભુલવી પણ પડી હતી.