ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

શિલ્પા શેટ્ટી ઇફતાર પાર્ટીમાં ડાન્સ કરતા બરાબરની ફસાઇઃ સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ

તેણે પાર્ટીનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેયર કર્યો હતો. વીડિયોમાં શિલ્પા ડાન્સ કરતી નજરે ચડી હતી જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. હકીકતમાં  હાલમાં રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને ઇફ્તાર પાર્ટીમાં ડાન્સ કરવાની તેની હરકતની ટીકા થઈ હતી

વીડિયોને શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો. વીડિયોમાં તે અલગઅલગ પ્રકારની મીઠાઈ તેમજ કેકનો ઉલ્લેખ કરે છે. પછી તે 'અફલાતુન' નામની મીઠાઈની વાત કરે છે અને સાથે અક્ષયકમારની ફિલ્મનું ગીત વાગવા લાગે છે. ગીત વાગતા શિલ્પા અને તેના મિત્રો ડાન્સ કરવા લાગે છે. જોકે શિલ્પાના કેટલાક મિત્રોને તેનું વર્તન પસંદ નથી પડ્યું અને આવી હરકત કરવા બદલ તેની આકરી ટીકા કરી છે

કેટલાક લોકોએ પોસ્ટ બદલ શિલ્પાની ટીકા કરી છે તો કેટલાક લોકોએ શિલ્પાને સપોર્ટ પણ આપ્યો છે. અમુક લોકોએ કહ્યું છે કે દરેક વસ્તુને નેગેટિવ રીતે જોવાના બદલે પોઝિટીવ રીતે પણ જોવી જોઈએ. નોંધનીય છે કે શિલ્પાએ  બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે અને બંનેનો વિવાન નામનો દીકરો પણ છે

(8:23 pm IST)