ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

હું સ્વાસ્થ્યને હાનિકારક ઉત્પાદનોના પ્રચારમાં માનતો નથી:અક્ષય કુમાર

મુંબઇ: તાજેતરમાં અક્ષય કુમારે કેન્દ્ર સરકારની 'સ્વસ્થ ભારત યોજના હેઠળ કેન્સર ઝુંબેશમાં ભાગ લેવા ગયો હતો. ત્યારે અભિનેતાએ કહ્યું હતું કે દર્શકોએ સમજવું જોઇએ કે તેમણે પોતાના અંગત જીવનના લાભાર્થે સેલિબ્રિટીઓ દ્વારા થતા વિજ્ઞાપનનું અનુસરણ કરવું જોઇેએ. '' મને લાગે છે કે દર્શકોએ સમજવું જોઇએ કે તેમણે કઇ વિજ્ઞાપનનું અનુસરણ કરવું અને કઇ નહીં. હાનિકારક ઉત્પાદનો પ્રચાર કરવો યોગ્ય નથી. હું મારા દરેક સહ-કલાકારોને વિનંતી કરું છું કે આવા ઉત્પાદનોનો પ્રચાર કરો નહીં. લોકો આપણા દ્વારા થતા વિજ્ઞાપનોથી આકર્ષાઇ છે પરિણામે તેઓ તેમનું સેવન કરવા લાગે છે. મને આશા છે કે સંદેશાને લોકો સીધી રીતે સમજે અને આવા ઉત્પાદનોથી દૂર રહે, તેમ અક્ષય કુમારે જણાવ્યુ હતું. તેણેવધુમાં કહ્યું હતું કે, '' મને વાત સ્વીકારવામાં કોઇ પરેશાની નથી કે મારા ઘણા સાથીઓ ખોટા સંદેશાઓ સમાજને આપી રહ્યા છે, જે તેમણે કરવું જોઇએ. મને પણ ઘણી તમાકુ કંપનીઓની વિજ્ઞાપનની ઓફરો આવે છે, તેમજ મોં માગી રકમ ચુકવવા તેઓ તૈયાર હોય છે. પરંતુ હું સ્વાસ્થ્યને હાનિકારક ઉત્પાદનોના પ્રચારમાં માનતો નથી. મારા મતે તે અયોગ્ય છે.

(4:44 pm IST)