ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

અર્જુન રામપાલ પત્નીથી છુટા પડ્યા બાદ વિદેશી ડાન્સર નતાશા સ્ટેનકોવિક સાથે જોવા મળ્યો

મુંબઇ: અર્જુન રામપાલ અને મહેર જેસિયા ૨૦ વરસના લગ્નસંબંધ બાદ છૂટા થયા છે. ત્યારે અર્જુનને હૃતિકની ભૂતપૂર્વ પત્ની સુઝેન સાથે સંબંધ હોવાની ચર્ચા થતી હતી. પરંતુ હાલમાં અભિનેતા વિદેશી અભિનેત્રી અનેડાન્સર નતાશા સ્ટેનકોવિક સાથે વધુ જોવા મળે છે. 'નતાશાએ અર્જુનની ફિલ્મ 'સત્યાગ્રહ અને ડેડીમાં ડાન્સ કર્યા છે. ત્યારથી બન્ને વચ્ચે મિત્રતા બંધાઇ છે. પરંતુ હાલ તેઓ વધુને વધુ સાથે જોવા મળે છે. જોકે બન્નેએ પોતાના સંબંધો વિશે મોં ખોલ્યું નથી. અર્જુન અને સુઝેન વચ્ચે ગાઢ સંબંધ છે તેવી ચર્ચા કેટલાય સમયથી થતી રહી છે. પરંતુ હવે અર્જુન પોતાના કરતા ઘણી નાની ડાન્સર સાથે જોવા મળી રહ્યો છે.

(4:43 pm IST)