ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

કોમેડિયન મલ્લિકા દુઆને મળ્યો નમસ્તે ઈંગ્લેન્ડમાં રોલ

મુંબઇ: અર્જુન કપૂર અને પરિણિતી ચોપરાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડ માટે  સ્ટેન્ડ અપ કોમેડિયન મલ્લિકા દુઆને સાઇન કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી. હજુ બે દિવસ પહેલાં મલ્લિકાને આનંદ એલ રાયે પણ ઝીરો ફિલ્મ માટે સાઇન કરી હતી. ફિલ્મમાં શાહરુખ ખાન મુખ્ય રોલ કરી રહ્યો છે અને એમાં કેટરિના કૈફ તથા અનુષ્કા શર્મા પણ મહત્ત્વના રોલ કરી રહ્યાં છે. વિપુલની નમસ્તે લંડન ફિલ્મની સિક્વલ જેવી ફિલ્મમાં અગાઉ અક્ષય કુમાર ચમકવાનો હતો. નમસ્તે લંડનમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફે મુખ્ય રોલ કર્યો હતો. પરંતુ પાછળથી પરિસ્થિતિ બદલાઇ હતી અને અક્ષય તથા વિપુલ વચ્ચે મતભેદ થતાં અક્ષયે સિક્વલ કરવાની ના પાડી હતી. હાલ અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા મુખ્ય ભૂમિકા કરી રહ્યાં છે. સમાચારને સમર્થન આપતાં અર્જુન કપૂરે સોશ્યલ મિડિયા પર એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો જેમાં અને મલ્લિકા સાથે બેઠાં છે અને પરિણિતીને સાઇડ પર ધકેલી રહ્યાં છે. પરથી એવી કલ્પના કરવામાં આવી રહી છે કે કદાચ વાર્તામાં લવ ટ્રાયેન્ગલ આવી જશે. ફિલ્મ ચાલુ વર્ષના ઑક્ટોબરની ૧૯મીએ રજૂ કરવાની વિપુલની યોજના છે.

(4:43 pm IST)