મહેશ માંજરેકરની ક્રાઇમ થ્રિલર ફિલ્મ કરશે સોનલ ચૌહાણ

મુંબઇ : જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હવે મહેશ માંજરેકરની ટાઇટલ વિહોણી ફિલ્મમાં ચમકવાની છે. આ ફિલ્મ ક્રાઇમ થ્રીલર ટાઇપની છે અને એમાં ગેંગસ્ટર તથા અંધારી આલમની વાત છે. ખુદ મહેશ માંજરેકરે સ્ક્રીપ્ટ તૈયાર કરી છે અને એમાં સિનિયર અભિનેતા નસીરુદ્દીન શાહ અને અમોલ પાલેકર પણ ચમકવાના છે. વિજય અને પ્રતીક ગાલાની પોતાના બેનર તળે આ ફિલ્મ બનાવવાના છે. એનો હીરો વિદ્યુત જામવાલ છે. આ ઉપરાંત સોનલ હાલ જે પી દત્તની પલટન ફિલ્મ કરી રહી છે જેમાં ૧૯૬૭માં નાથુ લા નજીક ભારતીય અને ચીની દળો વચ્ચે અથડામણ થઇ હતી. પલટનમાં હર્ષવર્ધન રાણે ઉપરાંત જેકી શ્રોફ, અર્જુન રામપાલ, સુનીલ શેટ્ટી અને સોનૂ સૂદ ચમકી રહ્યા છે. આથી વધુ મહેશ માંજરેકરની ફિલ્મ વિશે માહિતી આપવામાં આવી નહોતી. આ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની છે.