ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

હું હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મમાં કામ કરીશ: પરેશ રાવલ

મુંબઇ : અભિનેતા સાંસદ પરેશ રાવલે કહ્યું હતું કે હા, હું હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો રોલ કરવાનો છું. દોઢેક દાયકા અગાઉ પરેશે સરદાર વલ્લભભાઇ પટેલનો રોલ કર્યો હતો અને દુનિયાભરના ફિલ્મ રસિકોએ બિરદાવ્યો હતો. પરેશે કહ્યું કે મારા જીવનનો સૌથી મોટો પડકાર હશે કે નરેન્દ્ર  મોદીનો રોલ કરવો. અગાઉ આટલો મોટો ચેલેંજિંગ રોલ મારી સમક્ષ કદી આવ્યો નથી. હાલ પરેશ રાવલે અન્ય સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો -ફિલ્મમાં સુનીલ દત્તનો રોલ કર્યેા છે. નરેન્દ્ર મોદીની બાયોફિલ્મની જાહેરાત ગયા વરસે થઇ હતી. હાલ વિશે પૂછતાં પરેશે કહ્યું કે હજુ અમે સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એકવાર સ્ક્રીપ્ટ તૈયાર થઇ જાય અને નરેન્દ્રભાઇ એને બહાલી આપે ત્યારબાદ બાયો-ફિલ્મની વાત આગળ વધી શકે.પરંતુ હું ફરીવાર કહું છું કે કોઇ પણ અભિનેતા માટે રોલ સૌથી વધુ પડકાર રૃપ બની શકે એવો છે. આગામી થોડાક મહિનામાં ફિલ્મ ફ્લોર પર લઇ જવાની પરેશની યોજના છે. એણે કહ્યું કે લગભગ સપ્ટેંબર ઓક્ટોબરની આસપાસ ફિલ્મ ફ્લોર પર જશે એવી મારી ધારણા છે. પહેલાં સ્ક્રીપ્ટ એકદમ તૈયાર થઇ જવી જોઇએ.

(4:42 pm IST)