ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

ફિલ્ડ માર્શલ સૈમ માનેકશોની બાયોપિક બનાવશે મેઘના ગુલઝાર

મુંબઈ: ફિલ્મ ક્રિટિક્સ અને દર્શકોને ખૂબ પસંદ પડેલ આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીની ડાયરેક્ટર મેઘના ગુલઝાર હવે પોતાની આગામી ફિલ્મને લઈ તૈયાર છે. મેઘના ગુલઝાર હવે ફિલ્ડ માર્શલ સૈમ માનેકશોની બાયોપિક બનાવવા જઈ રહી છે. માનેકશો વર્ષ ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધના સમયે ભારતીય સેનાના પ્રમુખ હતા. તે ૪૦ વર્ષ સુધી સૈન્ય સેવામાં રહ્યા અને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન યુદ્ધ જોયા હતા. ફિલ્મને રોની સ્ક્રુવાલા પ્રોડયુસ કરવાના છે અને આગામી વર્ષે ફિલ્મનુ શુટિંગ શરુ કરી દેવામાં આવશે. 

 

એક અગ્રણી સમાચાર પત્ર સાથેની વાતચીત દરમિયાન મેઘનાએ જણાવ્યુ કે, હંમેશા એવી વાર્તા પર ફિલ્મ બનાવવામાં મજા આવે છે જે તમારુ ધ્યાન પોતાની તરફ ખેંચે છે. ફિલ્ડ માર્શલ સૈમ માનેકશોની જીંદગી એટલી લાંબી હતી કે કલાકમાં તેમના પર ફિલ્મ બનાવવી મુશ્કેલ છે. રોનીએ વર્ષ ૨૦૧૫માં મને માટે એપ્રોચ કરી હતી અને તે મારી સાથે કામ કરવા માંગતા હતા. જોકે ત્યારે મારા પાસે એક સારો વિષય નહતો પરંતુ હવે અમે સૈમ માનેકશોના જીવન પર બાયોપિક બનાવવા માંગીએ છીએ અને ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષથી શરુ કરી દેવાશે. મહત્વનુ છે કે ફિલ્મ રાઝીની સફળતા બાદ મેઘના ગુલઝાર ખૂબ ઉત્સાહિત છે. 

(4:42 pm IST)