એકતા કપૂરની 'દિલ હી તો હૈ' સિરીયલમાં ગુજરાતી એકટર હેમાંગ પલાણ આવી રહ્યો છે
મુંબઈ, તા.૫ : વેરાવળ - સોમનાથના રહેવાસી અને જાણીતા સ્ટેજ આર્ટીસ્ટ હેમાંગ પલાણ એકતા કપૂરની બાલાજી ટેલીફિલ્મ્સની સિરીયલમાં મહેમાન કલાકાર તરીકે દેખા દેશે. 'દિલ હી તો હૈ' નામની આ નવી સિરીયલ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ની રીમેક છે. આ સીરીયલ સોની ટીવી ઉપરથી પ્રસારિત થશે. હેમાંગ પલાણ ભારતીય વિદ્યાભવન મુંબઈમાંથી બહાર આવેલો કલાકાર છે. તેણે ૫૧થી વધુ સિરીયલમાં કામ કર્યુ છે. તેઓ યુટ્યુબ ઉપર ગુજરાત - સૌરાષ્ટ્રની ધાર્મિક ટૂંકી ફિલ્મો, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા સ્થાનો જેવા કે સોમનાથ, દ્વારકા, કચ્છનું રણ, કાઠીયાવાડ અને કચ્છના રજવાડી પેલેસ ઉપર અપલોડ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. તેમનું ઈ-મેઈલ એડ્રેસ : hemang.palan@gmail.com છે.(૩૭.૯)