ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

વીરે દી વેડિંગનો ઓપનિંગ વીક-એન્ડમાં ૩૬.૫૨ કરોડ રૂપિયાનો બિઝનેસ

'વીરે દી વેડિંગ ' એ ઓપનિંગ  વીક-એન્ડમાં બોકસ-ઓફિસ પર ૩૬.૫૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે શુક્રવારે ૧૦.૭૦ કરોડ, શનિવારે ૧૨.૨૫ કરોડ અને રવિવારે ૧૩.૫૭ કરોડની સાથે ટોટલ ૩૬.૫૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને ખુબ જ પંસદ કરવામાં આવી  રહી છે. અને એથી જ એના શો પણ વધારવામાં આવી રહયા છે. આ ફિલ્મ ઓપનિંગ વીક-એન્ડમાં સૌથી વધુ બિઝનેશ કરનારી ટોપ ફાઇવ ફિલ્મોમા પાંચમાં ક્રમે આવી ગઇ છેે. સોનમ કપુર , આહુજા, કરીનાકપુર, ખાન, સ્વરા ભાસ્કર અને શિખા તલયાણિયાની આ ફિલ્મના ધારવા કરતાં વધુ  બિઝનેસ કરશે. એવી આશા રાખવામાં આવી રહી છે.

(3:46 pm IST)