ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

હી-મેન ધરમપાજીએ ખેતરમાં પાડ્યો પરસેવો

દૂર ખેતીવાડી કરવામાં અને ગાયને ઘાસચારો ખવડાવવામાં વ્યસ્ત

મુંબઈ ;બોલીવુડના હી-મેન કહેવાતા ધર્મેન્દ્ર હાલમાં ભલે રૂપેરી પડદાથી દૂર છે પરંતુ તે પોતાની માટીની મહેકથી દૂર નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કેટલીક તસવારોથી જાણવા મળે છે કે હાલમાં ધર્મેન્દ્ર બોલિવુડની ઝાકમઝોળથી દૂર ખેતીવાડી કરવામાં અને ગાયને ઘાસચારો ખવડાવવામાં વ્યસ્ત છે. 82 વર્ષની આ હસ્તીમાં આજે પણ જબરદસ્ત જોશ અને ઉત્સાહ છે.

(2:17 pm IST)