ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

કલર્સના 'ડાન્સ દિવાને' શોમાં પ્રથમ દિવસે માધુરીની અદા

પ્રથમ શોમાં જ માધુરી દિક્ષીતે ૭ વર્ષની છોકરી સાથે લગાવ્યા ઠુમકા

તાજેતરમાં જ માધુરી દિક્ષીત ફરી ટીવીના રૂપેરી પડદા ઉપર જોવા મળી છે. કલર્સ નામની હિન્દી મનોરંજન ચેનલ ઉપર શનિવારથી શરૂ થયેલ ડાન્સ શો 'ડાન્સ દિવાને'માં માધુરી દિક્ષીત બ્લેક સાડીમાં નજરે પડી હતી. આ શોમાં તે સૌપ્રથમ લાઈટ પિન્ક સાડીમાં જોવા મળી હતી. આ શોમાં જજ તરીકે રહેલ માધુરી દિક્ષીતે પ્રથમ એપીસોડમાં જ સાત વર્ષની છોકરી સાથે 'માર ડાલા..' ગીત ઉપર ડાન્સ પણ કર્યો હતો.

આ શોમાં સલમાન ખાન અને જેકલીન પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજા એપીસોડમાં માધુરી દિક્ષીતે અને જેકલીને સાથે 'એક.. દો.. તીન..' ગીત પર ડાન્સની જલક આપી હતી.

(10:04 am IST)