ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

રણવીર ન હોત તો સિમ્બા ન બનાવી હોતઃ રોહિત

રણવીર સિંહ કોઇપણ રોલ નિભાવે  છે તો તેના માટે અથાક મહેનત કરે છે. હાલમાં તે નવી ફિલ્મ સિમ્બાના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના રોલ માટે તેણે જીમમાં ખુબ પરસેવો પાડીને જોરદાર મબોડી બનાવી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મ થકી રણવીર ચાહકો પર ખુબ પ્રભાવ પાડવા તૈયાર છે. આ ફિલ્મમાં તે તદ્દન અલગ જ અંદાજમાં જોવા મળશે. રણબીરને ચાહકોએ આ પહેલા કદી આ રીતે જોયો નથી. સિમ્બામાં તે પોલીસ અધિકારી બન્યો છે. રોહિતે તો ત્યાં સુધી કહી દીધુ હતું કે જો રણવીર સિંહ ન હોત તો હું સિમ્બા બનાવવાનું વિચારત જ નહિ. કારણ કે માત્ર આ એકટરમાં જ પાત્રને ખેંચવાની તાકાત છે. રણવીર સાથે સારા અલી ખાનને લેવામાં આવી છે. ૨૮ ડિસેમ્બરે આ ફિલ્મ આવશે.

(10:02 am IST)