બોલ્ડનેસનું બીજુ નામ... કરિશ્મા શર્મા
ટીવી સિરીયલો અને વેબ સિરીઝમાં કામ કરીને જાણીતી બનેલી અભિનેત્રી કરિશ્મા શર્મા પોતાના કામ કરતાં બોલ્ડનેસ અને સેકસી અવતાર માટે વધુ જાણીતી છે. તે સતત સોશિયલ મિડીયા પર સિજલિંગ અને હોટ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. કરિશ્મા છેલ્લે એકતા કપૂરની ઓલ્ટ બાલાજી વેબ સિરિઝ 'રાગિની એમએમએસ-૨'માં જોવા મળી હતી. આ કામ માટે તેને ખુબ પ્રસિધ્ધી મળી હતી. ૨૪ વર્ષિય આ અભિનેત્રીએ બોલ્ડનેસ થકી અસંખ્ય ચાહકોના દિલ જીત્યા છે. તાજેતરમાં તેણે એક ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે અત્યંત હોટ દેખાઇ રહી છે. દરિયા કિનારે કાળા રંગની બિકીનીમાં તે અત્યંત આકર્ષક લાગતી હતી. એ પહેલા તેણે બાથટબમાં બેઠી હોઇ તેવો એક ફોટો પણ મુકયો હતો. તેમાં કેપ્શન લખ્યું હતું કે સ્વીટ બટ નોટ યોર શુગર. કરિશ્માએ કહ્યું હતું કે બધાએ પોતાના શરીરને સાચવવા ડાયેટ કરવું જોઇએ અને નિયમીત કસરત કરવા જીમમાં જવું જોઇએ.