ફિલ્મ જગત
News of Monday, 5th April 2021

ચાર ફિલ્મોના કામમાં વ્યસ્ત બની નુસરત

અભિનેતા અક્ષય કુમારના મહત્વના પ્રોજેકટમાં ફિલ્મ રામસેતુનો પણ સમાવેશ થયો છે. આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. અક્ષય કુમાર સાથે જૈકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા પણ છે. નુસરતે ઇંસ્ટાગ્રામ પર એક સ્ટોરી મુકી પોતે ફિલ્મની સ્ક્રિપ્ટનું વાંચન કરતી હોય તેવું દ્રશ્ય મુકયું છે. નુસરતે રામસેતુના પોતાના સાથી કલાકારો અક્ષય કુમાર, જૈકલીન ફર્નાન્ડીઝ અને નિર્દેશક અભિષેક શર્માને ટેગ કરીને લખ્યું છે-ચલો કર દિખાતે હૈ. રામસેતુમાં અક્ષય કુમાર સાથે નુસરત પહેલી જ વખત કામ કરી રહી હોઇ તે ખુબ જ વધુ ઉત્સાહિત છે. હાલ તે ચાર ચાર ફિલ્મોના કામમાં વ્યસ્ત છે. અભિનેત્રોના રોલ આ ફિલ્મમાં શું હશે તે હજુ જાહેર કરાયું નથી. પણ એવા રોલ હશે જે અગાઉ કદી જોવા મળ્યા નથી. નુસરત ભરૂચા પાસે હાલમાં અન્ય ફિલ્મોમાં વિશાલ ફુરીયાની 'ચોરી', ઓમંગ કુમારની 'જનહિત મેં જારી', હુડદંગ અને અજીબ દાસ્તાંસ જેવી ફિલ્મો પણ છે.

(10:02 am IST)