ફિલ્મ જગત
News of Friday, 5th March 2021

રાબીયા તરીકે જાણીતી બની ભુમિકા છેડા

અભિનેત્રી ભુમિકા છેડા હાલમાં સોની ટીવીના શો 'સ્ટોરી નાઇન મન્થ્સ કી'માં ડોકટર રાબીયા અહેમદનું પાત્ર ભજવી રહી છે. મુળ કચ્છની આ અભિનેત્રી સિરીયલમાં જે પાત્ર ભજવી રહી છે તે ગાયનેકોલોજીસ્ટનું છે. સિરીયલમાં મુખ્ય ભુમિકા સુકૃતિ કંદપાલની છે. જે આલિયા શ્રોફનો રોલ ભજવી રહી છે. આલિયા આઇવીએફની મદદથી સિંગલ મધર બનવા ઇચ્છતી હોય છે અને એ માટે તે યોગ્ય ડોનરને શોધતી હોય છે. આ શોધ દરમિયાન તે મથુરાના એક નવા લેખક સારંગધરને મળે છે. લેખકનો રોલ આશય મિશ્રા નિભાવી રહ્યો છે. આલિયાની બેસ્ટ ફ્રેન્ડ ડો. રાબિયા છે. ભુમિકાને આ પાત્ર મળ્યું એ પહેલા તેણે મનમેં હૈ વિશ્વાસ, કિસ્મત કનેકશન, વીરા, જોધા અકબર, ક્રાઇમ પેટ્રોલ સહિતના શો કર્યા છે. આ શોથી તે રાબિયા તરીકે જાણીતી બની છે. તેણે કહ્યું હતું કે આ શો બીજા રેગ્યુલર શો કરતાં તદ્દન અલગ છે, એની કહાની પણ સમય કરતાં આગળની છે. રાબિયા એક સ્વતંત્ર, મજબુત અને લાગણીશીલ ડોકટર છે. ભુમિકા કહે છે બે ત્રણ પાત્રોના ઓડિશનમાં હું ડોકટર રાબીયાના રોલ માટે પસંદ થઇ હતી.

(10:15 am IST)