રિલીઝ માટે તૈયાર જોન-ઇમરાનની ફિલ્મ
બોલીવૂડમાં નવી ફિલ્મોની તારીખો ધડાધડ જાહેર કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં મુંબઇ સાગા અને ભૂત પુલીસ રિલીઝ થશે. જો કે મહારાષ્ટ્રમાં ફરીથી અમુક વિસ્તારમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે ફિલ્મો સિનેમાઘરોમાં કેવી સફળતા મેળવશે એ સવાલ સર્જાયો છે. કારણ કે પચ્ચીસ ત્રીસ ટકા કલેકશન મહારાષ્ટ્રમાં જ થઇ જતું હોય છે. જોન અબ્રાહમ અને ઇમરાન હાસમીની ફિલ્મ મુંબઇ સાગા ૧૯મી માર્ચના રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં એંસી-નેવુંના દસકનો ગેંગસ્ટર ડ્રામા જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યુ છે. સુનિલ શેટ્ટી, મહેશ માંજરેકર, કાજલ અગ્રવાલ, રોનિત રોય જેવા કલાકારો પણ છે. બીજી ફિલ્મ સૈફ અલી ખાન, અર્જુન કપૂર, યામી ગોૈતમ અને જૈકલીન ફર્નાન્ડીઝની ભૂત પુલીસ છે. આ ફિલ્મ દસમી સપ્ટેમ્બરના રિલીઝ કરવામાં આવશે તેવું જાહેર કરાયું છે. આ હોરર કોમેડીનું નિર્દેશન પવન કૃપલાણીએ કર્યુ છે. જોનના હાથ પર બીજી ફિલ્મો પણ છે. ચાહકો તેને ફરી એક વખત જોન અને ઇમરાનને ગેંગસ્ટરના વિષયવાળી ફિલ્મમાં જોઇ શકશે.