આ પાત્ર મારી આશાઓ પુરી કરે તેવું છેઃ પ્રતિક
પ્રતિક ગાંધીને હર્ષદ મહેતાના જીવન પરની ફિલ્મ સ્કેમ ખુબ ફળી છે. તેને બોલીવૂડમાં સતત નવી ઓફર મળવા માંડી છે. હવે તે તાપસી પન્નુ સાથે ફિલ્મ વો લડકી હૈ કહાંમાં મુખ્ય ભુમિકા ભજવશે. આ એક ઇન્વેસ્ટીગેશન કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં તાપસી પન્નુ ચુલબુલી પોલીસ અધિકારીના રોલમાં જોવા મળવાની છે. જ્યારે પ્રતિક એક છેલબટાઉ છોકરાના રોલમાં છે. આ બંને એક સફર પર ભેગા થઇ જાય છે અને કહાની આગળ વધે છે. ફિલ્મનું લેખન અને નિર્દેશન અરશદ સૈયદે કર્યુ છે. તેની નિર્દેશક તરીકે આ પહેલી ફિલ્મ છે. નિર્માતા સિધ્ધાર્થ રોય કપૂર છે. તેણે કહ્યું હતું કે અરશદે મને કહાની સંભળાવતાં જ હું ફિલ્મનું નિર્માણ કરવા તૈયાર થઇ ગયો હતો. અમે તાપસી સાથે કામ કરવા ઉત્સાહીત છીએ. પ્રતિકે સ્કેમના પોતાના અભિનયથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. પ્રતિકે કહ્યું હતું કે હું સ્કેમ પછી કંઇક અલગ કરવા ઇચ્છતો હતો. આ ફિલ્મનું પાત્ર મારી તમામ આશાઓ પુરી કરી દે તેવું છે. શુટીંગ ઝડપથી શરૂ થશે.