ફિલ્મ જગત
News of Tuesday, 5th March 2019

-તો અક્ષય કુમાર અને શાહરૂખ ખાન ફરી સાથે દેખાશે

બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને અક્ષય કુમાર વર્ષો પછી ફરીથી સાથે કામ કરે તેવી શકયતા છે. શાહરૂખની પાછલી ફિલ્મો ફલોપ નિવડી હોઇ તે એક હિટની શોધમાં છે. હવે તેને પ્રોજેકટ મળ્યો છે. શાહરૂખ અને અક્ષય કુમારને મલયાલમ ફિલ્મ 'કોડિસમક્ષમ બાલન વકીલ' માટે ઓફર થઇ છે. આ ફિલ્મમાં મલયાલમ સ્ટાર દિલીપ છે. ફિલ્મને વિવેચકો અને પ્રેક્ષકોએ વખાણી છે અને બોકસ ઓફિસ પર પણ ધૂમ કમાણી કરી છે. હવે આ ફિલ્મના નિર્દેશક ઉન્ની કૃષ્ણન હિન્દી રિમેક બનાવવા ઇચ્છે. આ માટે તેણે શાહરૂખ અને અક્ષયની પસંદગી કરી છે. બંને સાથે વાતચીત પણ થઇ છે. ૧૯૯૭માં શાહરૂખ-અક્ષયએ દિલ તો પાગલ હૈમાં કામ કર્યુ હતું. જેમાં કરિશ્મા કપૂર અને  માધુરી દિક્ષીત પણ હતી. જો બધુ ઠીક ચાલ્યું તો ફરીથી શાહરૂખ-અક્ષય સાથે દેખાશે.

 

(9:42 am IST)