ફિલ્મ જગત
News of Monday, 5th February 2018

'બત્તી ગુલ મીટર ચાલુ'માં વકીલની બનશે યામી ગૌતમ

મુંબઈ: અભિનેત્રી યામી ગૌતમે કહ્યુ હતું કે શ્રી નારાયણ સિંઘની આગામી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુમાં હું એક વકીલનો રોલ કરી રહી છું. ટોયલેટ એક પ્રેમકથા જેવો સામાજિક વિષય ધરાવતી હિટ ફિલ્મ આપ્યા બાદ હાલ શ્રી નારાયણ સિંઘ ઉત્તર ભારતમાં અને ખાસ તો ઉત્તરાખંડમાં વ્યાપક થયેલી વીજચોરીના વિષય પર આધારિત ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ બનાવી રહ્યા છે જેમાં ટોચનો અભિનેતા શાહિદ કપૂર હીરોના રોલમાં છે અને હવે યામી ગૌતમને સાઇન કરવામાં આવી હતી.

(5:18 pm IST)