ફિલ્મ જગત
News of Tuesday, 5th January 2021

સોનુ સૂદની નવી ફિલ્મ 'કિસાન' એલાન: ભજવશે મુખ્ય ભૂમિકા

મુંબઈ: અભિનેતા સોનુ સૂદ પોતાના ઉમદા કાર્યોને કારણે ચર્ચામાં રહે છે. સોનુ કોરોના સંકટ દરમિયાન દેશમાં લોકડાઉન થઈ ત્યારથી કોઈની મદદ કરવામાં પાછળ નથી પડ્યા. બધાની વચ્ચે સોમવારે સોનુ સૂદની નવી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. સોનુની નવી ફિલ્મનું નામ 'કિસાન' હશે. ફિલ્મમાં સોનુ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે સોશ્યલ મીડિયા પર અંગે ટ્વીટ કર્યું છે. તરણે લખ્યું - 'સોનુ સૂદ કિસાન ફિલ્મની સ્ટાર કાસ્ટનું નેતૃત્વ કરશે. ફિલ્મનું નિર્દેશન નિવાસ અને રાજ શાંડિલ્યાએ કર્યું છે, જેમણે દિગ્દર્શનની શરૂઆત ફિલ્મ ડ્રીમ ગર્લથી કરી હતી. તે ફિલ્મનું નિર્માણ પણ કરશે. ટૂંક સમયમાં ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટની જાહેરાત કરવામાં આવશે.

(4:48 pm IST)