News of Saturday, 5th January 2019
પહેલા જ અઠવાડિયામાં ફિલ્મ 'સિમ્બા'એ કરી 150 કરોડની કમાણી
મુંબઈ:રણવીરસિંહની ફિલ્મ સિમ્બાએ સાત દિવસમાં ૧૫૦ કરોડની કમાણી કરી લીધી છે. શુક્રવારે કોઈ મોટી ફિલ્મ રજૂ થઈ ન હોવાથી સિમ્બાની બોક્સ ઓફિસ પર આગેકૂચ જારી રહે તેવું લાગે છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી જણાવ્યું હતું કે સિમ્બાએ પહેલાં ૩ દિવસમાં ૫૦ કરોડ, પાંચમાં દિવસે ૧૦૦ કરોડ અને સાતમા દિવસે ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે આ અઠવાડિયે કોઈ મોટી ફિલ્મ રજૂ ન થઈ રહી હોવાથી સિમ્બા ૨૦૦ કરોડની કમાણી આ વીક એન્ડમાં કરી લે તો તેમાં કોઈ નવાઈ નહીં હોય. સિમ્બાએ ઓસ્ટ્રેલિયામાં પણ એક મિલિયન ડોલરની કમાણી કરી છે. સિમ્બાની સફળતાનું શ્રેય રોહિત શેટ્ટી અને સમગ્ર ટીમને આપ્યું હતું.
(7:19 pm IST)