સારા અલી ખાન કાર્તિક આર્યન પાછળ દિવાનીઃ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાની માતાઅે ના પાડી દીધી
મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાન અભિનેતા કાર્તિક આર્યન પાછળ દિવાની થઇ છે. આ વાત સાંભળીને સારાની માતાઅે તેને મેસેજ મોકલવાની પણ ના પાડી દીધી છે.
કાર્તિક આર્યને સારા સાથે કૉફી પીવા જવાની હા પાડી હતી અને સારાનો ફોન નંબર માંગ્યો હતો. હવે સારા એ બીજો ધડાકો કર્યો છે કે તે કાર્તિકને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ નહિં કરે કારણ કે તેની માતાએ તેને આમ કરવાની ના પાડી છે.
સારા અલી ખાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “હું તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ નથી કરતી. ના ના ના… કેટલી વાર? મેં બધે જ કહ્યું છે. હું એટલી ડેસ્પરેટ નથી. મમ્મીએ કહ્યું કે મારે રાહ જોવી જોઈએ એટલે હું રાહ જોઈ રહી છું.”
કાર્તિક તેને ડેટ પર લઈ જાય તો તે તેને શું કહેશે? સારાએ જવાબ આપ્યો, “હું તેને કહીશ, આપણે કૉફી પીવા કે મૂવી જોવા જઈ શકીએ. ઓહ વાઉ! મને વિશ્વાસ જ નથી થતો કે તેં મને ડેટ પર બોલાવી.”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુંબઈમાં એક ઈવેન્ટમાં રણવીર સિંહે સારા અલી ખાન સાથે કાર્તિક આર્યનની મુલાકાત કરાવી હતી અને આંખ મારી હતી. કાર્તિક અને સારા બંને આ સમયે શરમાઈ ગયા હતા.
બોલિવુડમાં ચાલતી ગોસિપ અનુસાર કાર્તિક આર્યન અને અનન્યા પાંડે (ચંકી પાંડેની દીકરી) વચ્ચે ખીચડી રંધાઈ રહી છે. તે બંને ડેટ નાઈટ પર જતા હતા ત્યારે કેમેરામાં ઝડપાઈ ગયા હતા. બંનેએ ન્યુ યરની ઉજવણી પણ સાથે જ કરી હતી.
કાર્તિકે કહ્યું હતું કે, “લોકો જાત જાતની વાત કરે તે સ્વાભાવિક છે. અમે સાથે લંચ કે ડિનર લઈએ તો પણ અફવા ઉડવા માંડે છે. અમે ખાલી સાથે ડિનર જ લીધું હતું. મારા વિષે આવુ વાંચીને મને પણ નવાઈ લાગે છે.”