ફિલ્મ જગત
News of Friday, 4th December 2020

દંગલનો નવો શો 'પ્રેમ બંધન': જાનકી શ્રીવાસ્તવની કહાની-

બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત શો 'પ્રેમ બંધન' દંગલ ચેનલ પર શરૂ થઇ ચુકયો છે. સોમથી શનિવાર સાંજે સાડા સાત કલાકે તેનું પ્રસારણ થઇ રહ્યું છે. પ્રેમ બંધનમાં એક નાનકડા શહેરની આત્મનિર્ભર, સરળ, આત્મધર્મી અને ઇમાનદાર છોકરી જાનકી શ્રીવાસ્તવની કહાની છે. જેની યાત્રા અને સંઘર્ષ તેમાં જોવા મળશે. તે એવા લોકોની સામે પડે છે જે લોકો પોતાની શકિતનો દુરૂપયોગ કરતાં હોય છે. પરિવારની જવાબદારી અને ન્યાય માટે લડવાની ગડમથલ વચ્ચે તેના લગ્ન રહસ્યમય હર્ષ શાસ્ત્રી સાથે થઇ જાય છે. દંગલ ટીવીના પ્રોગ્રામીંગ હેડ પ્રશાંત ભટ્ટે કહ્યું હતું કે દર્શકો માટે અમે હમેંશા નવું લાવતા રહીએ છીએ. આ વખત પ્રેમબંધન લાવ્યા છીએ. જેની કહાની અદ્દભુત છે. બાલાજી ટેલિફિલ્મ્સના એકતા કપૂરે કહ્યું હતું કે અમે દંગલ ચેનલ કે જે ઝડપથી આગળ વધી રહી છે તેની સાથે જોડાઇને ખુશ છીએ. પ્રેમ બંધનમાં જાનકી શ્રીવાસ્તવની પેચીદા કહાની છે. જેના પર સમગ્ર પરિવારની જવાબદારી છે. એ એવી હાલતમાં આવી જાય છે કે તેને રહસ્યમય ભુતકાળ ધરાવતાં હર્ષ સાથે લગ્ન કરવા પડે છે. દર્શકોને આ શો ખુબ ગમશે.

(9:44 am IST)