ફિલ્મ જગત
News of Wednesday, 4th December 2019

યશરાજ ફિલ્મ્સની 'જયેશભાઇ જોરદાર' ફિલ્મમાં રણવીરસિંહ ગુજરાતી યુવકના પાત્રમાં જોવા મળશેઃ ફર્સ્ટ લુક રિલીઝ

નવી દિલ્હી: પોતાની અલગ અંદાજ માટે જાણિતી બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ, ગત વર્ષે સંજય લીલાની 'પદ્માવત', રોહિત શેટ્ટીની 'સિમ્બા' અને આ વર્ષે જોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'થી સતત બોક્સ ઓફિસ પર છવાયેલા રહ્યા છે. તો બીજી તરફ તેમની આગામી ફિલ્મ પણ લોકોને એવા જ એક અલગ પાત્ર સાથે મુલાકાત કરાવશે. જી હાં! હમણાં હમણાં યશરાજ ફિલ્મ્સે પોતાની આગામી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર' નો First Look રિલીઝ કરી દીધો છે.

આ ફિલ્મથી રણવીર સિંહ અને યશરાજ ફિલ્મ્સ પહેલીવાર એકસાથે જોવા મળી રહ્ય છે, જેમાં રણવીર સિંહએ આ ફિલ્મને એક ચમત્કારીક સ્ક્રિપ્ટ કહી છે, જોકે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલા લેખક-નિર્દેશક દિવ્યાંગ ઠક્કર દ્વારા લખવામાં આવી છે. આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ એક ગુજરાતી યુવકના પાત્રમાં જોવાની તક મળશે.

આ તસવીરમાં પોતાન ચહેરા પર ઘૂંઘટ નાખી મહિલાઓ વચ્ચે રણવીર સિંહ ઉભો છે. તે ખૂબ દુબળો લાગી રહ્યો છે અને એક સર્કાસ્ટિક લુક સાથે કદાચ આ મહિલાઓની રક્ષા કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેને જોઇને ખરેખર લુક પર ખૂબ મહેનત કરવામાં આવી છે. તો બીજી તરફ ફિલ્મના સુપરસ્ટાર પહેલીવાર એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે.

આ તસવીરને શેર કરતાં યશરાજ ફિલ્મ્સે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે 'એક જોરદાર જર્ની માટે તૈયાર થઇ જાવ ##JayeshbhaiJordaar'. તો સ્પષ્ટ છે કે ફિલ્મ હવે ફ્લોર પર આવી ગઇ છે. પરંતુ હજુ આ ફિલ્મની રિલીઝને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ લોકો સતત કોમેન્ટ બોક્સમાં ફિલ્મની રિલીઝ વિશે સવાલ કરી રહ્યા છે અને રણવીર સિંહની પ્રશંસા કરી રહ્યા છે.

(5:06 pm IST)