ફિલ્મ જગત
News of Wednesday, 4th December 2019

કરો વાત : અભિનેતા અક્ષય ખન્નાએ છેલ્લા દોઢ મહિનામાં ૬ જેટલી વેબ-સિરીઝની ના પાડી દીધી

ડીઝીટલ પ્લેટફોર્મની વધતી ડિમાન્ડ વચ્ચે એકતાના અને નિખિલ અડવાણીના પ્રોડક્શનને ના પાડી દીધી

મુંબઈ : ડિજિટલ પ્લૅટફૉર્મની ડિમાન્ડ વધી ગઈ છે એવા સમયે બધા સ્ટારને વેબ-પ્લૅટફૉર્મ પર કામ કરવું છે, પણ અક્ષય ખન્ના એમાંથી બાકાત છે. અક્ષયે છેલ્લા દોઢ મહિનામાં ૬ વેબ-સિરીઝની ના પાડી દીધી અને એ પણ જૉઇન્ટ કહેવાય એવા પ્રોડક્શન-હાઉસને.
 અક્ષયે ચારેક વર્ષથી નક્કી કરી લીધું છે કે સિલેક્ટિવ કામ જ કરવું અને પસંદ આવે એ સ્ક્રિપ્ટ પર જ કામ કરવું. પૈસા તેણે ગૌણ બનાવી લીધા છે અને વાસ્તવિકતા તેણે સ્વીકારી લીધી છે કે ઍક્ટર કે ઍક્ટ્રેસ નહીં, પણ હવે સ્ક્રિપ્ટ જ સ્ટાર છે. આવા સમયે પ્રોજેક્ટ પાછળ ભાગવાને બદલે સ્ક્રિપ્ટ પાછળ દોડવું યોગ્ય લાગતાં તે કોઈ પણ ફી ઑફર થાય પણ એ પહેલાં સ્ક્રિપ્ટ વાંચવા માગે છે અને એ વાંચ્યા પછી જ નિર્ણય લે છે.

  અક્ષય ખન્નાનું માનવું છે કે ફિલ્મ કરતાં પણ ડિજિટલ પ્લૅટફૉર્મની સ્ક્રિપ્ટ પર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે એ સ્ક્રીન કરતાં પણ વધારે લોકો સુધી પહોંચવાની છે.
અક્ષયે ના પાડી એમાં એક પ્રોડક્શન-હાઉસ એકતાનું પણ હતું અને એક પ્રોડક્શન-હાઉસ નિખિલ અડવાણીનું પણ હતું

(12:20 pm IST)