ફિલ્મ જગત
News of Wednesday, 4th December 2019

ગ્લેમરસ અને પ્રફુલ્લીત કરનારા પાત્રમાં શિલ્પા

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેર વર્ષથી ફિલ્મોથી દૂર રહ્યા પછી ફરીથી મોટા પરદે આવવા તૈયાર છે. હાલમાં તે નિકમ્મે નામની ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત છે. તો બીજી તરફ તેને પ્રિયદર્શનની હંગામા-૨માં પણ મહત્વનો રોલ મળ્યો છે. પ્રિયદર્શને તાજેતરમાં પોતે હંગામા-૨ બનાવી રહ્યાનું જાહેર કર્યુ હતું. આ ફિલ્મમાં પરેશ રાવલ તથા મિજાન જાફરી અને સાઉથની અભિનેત્રી પ્રણિતા સુભાષ પણ ખાસ રોલમાં છે. પ્રિયદર્શનના કહેવા મુજબ છઠ્ઠી જાન્યુઆરીથી હંગામા-૨નું શુટીંગ શરૂ થઇ જશે. તેણે કહ્યું હતું કે મને આશ્ચર્ય એ વાતનું છે કે આટલા વર્ષો સુધી શિલ્પા શેટ્ટી સાથે કામ કેમ ન કરી શકયો. પ્રિયદર્શને આગળ કહ્યું હતું કે મારે આ ફિલ્મના પાત્રો માટે એવા કલાકારની જરૂર હતી જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યુ હોય. શિલ્પા ફિલ્મમાં ગ્લેમરસ અને પ્રફુલ્લીત કરનારું પાત્ર ભજવશે. તે પરેશ રાવલ સાથે જોવા મળશે. આ વખતે પણ ભ્રમ અને ગેરસમજથી ઉભી થતી અજીબ પરિસ્થિતિઓની સાથે પાછલી ફિલ્મ પણ જોડાયેલી રહેશે.

(10:08 am IST)