ફિલ્મ જગત
News of Wednesday, 4th December 2019

વિક્રાંતની જોડી હવે તાપસી સાથે

ટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચેલા અભિનેતા વિક્રાંત મેસ્સીને વધુ એક મોટી ફિલ્મ મળી છે. અગાઉ તેણે લૂંટેરા, હાફ ગર્લફ્રેન્ડ, એ ડેથ ઇન ધ ગૂંજ સહિતની ફિલ્મોમાં પોતાના અભિનય થકી સોૈની વાહ-વાહ મેળવી લીધી છે. હવે વિક્રાંત મેઘના ગુલઝારની ફિલ્મ છપ્પાકમાં દિપીકા પાદૂકોણ સાથે દેખાવાનો છે. આ ફિલ્મનું કામ પુરૂ થઇ ગયું છે. ત્યાં વિક્રાંતને ભુષણ કુમાર અને આનંદ એલ. રાયની ફિલ્મ માટે સાઇન કરી લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેની જોડી તાપસી પન્નુ સાથે છે. નિર્દેશક તરીકે આ ફિલ્મ વિનીલ મેથ્યુના હાથમાં રહેશે. તેણે અગાઉ હસી તો ફસી નામની ફિલ્મ બનાવી હતી. નિર્માતા મિસ્ટ્રી ડ્રામા માટે એક તાજી જોડીને લેવા ઇચ્છતા હતાં. આ માટે વિક્રાંત અને તાપસીને પસંદ કરવામાં આવ્યા છે. આ બંને પહેલી વખત સાથે કામ કરશે. ફિલ્મની કહાની ઉત્તર ભારતની પૃષ્ઠભુમિ પર આધારીત છે, આથી મોટા ભાગનું શુટીંગ ત્યાં જ થશે. તાપસીની બે ફિલ્મો થપ્પડ અને રશ્મિ રોકેટનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત તે હોરર ફિલ્મના શુટીંગ માટે વિદેશ જશે. છપ્પાસ દસમી જાન્યુઆરીએ રિલીઝ થશે.

(10:07 am IST)