ફિલ્મ જગત
News of Tuesday, 4th December 2018

સતત વ્યસ્ત શ્રધ્ધા પાસે એક પછી એક નવા પ્રોજેકટ

બોલીવૂડમાં પ્રારંભે નિષ્ફળતા મેળવ્યા પછી આશિકી ગર્લ તરીકે રાતોરાત સ્ટાર બની ચુકેલી શ્રધ્ધા કપૂર એક પછી એક હિટ ફિલ્મો આપી રહી છે. તેની છેલ્લી ફિલ્મ સ્ત્રી પણ દર્શકોને ખુબ ગમી હતી. તે અલગ અલગ રોલ પસંદ કરી રહી છે. હાલમાં તે નવી ફિલ્મ 'છિછોરે'માં સુશાંતસિંહ રાજપૂત સાથે કામ કરી રહી છે. આ ફિલ્મની કહાનીમાં એક એન્જિનીયરીંગ કોલેજ કેન્દ્રમાં છે. સુશાંતસિંહ હાલમાં અભિષેક ચોૈબેની ફિલ્મ સોન ચિરૈયા પણ કરી રહ્યો છે. જેમાં તે ડાકૂના રોલમાં છે. શ્રધ્ધા કપૂર સાઉથની ફિલ્મ સાહોમાં પણ મુખ્ય હિરોઇનના રોલમાં છે. બાહુબલી ફેઇમ પ્રભાસની આ ફિલ્મમાં શ્રધ્ધાને મહત્વનો રોલ મળતાં તે અત્યંત ખુશખુશાલ છે. સાઇના નેહવાલની બાયોપીક પણ તે કરી રહી છે. સતત વ્યસ્ત શ્રધ્ધાને એક પછી એક મોટા પ્રોજેકટ મળી રહ્યા છે.

(5:15 pm IST)