ફિલ્મ જગત
News of Monday, 4th December 2017

મોન્શુન શુટઆઉટનું ઓનલાઇન ટ્રેલર લોન્ચ કર્યું પ્રિયંકા ચોપડાએ

મુંબઇ: નિર્માતા ગુણીત મોંગા અને ડાયરેક્ટર અમિત કુમારની ફિલ્મ મોન્શૂન શૂટઆઉટના ઇન્ટરએક્ટિવ ટ્રેલરને પ્રિયંકા ચોપરા આજે સોમવારે ચોથી ડિસેંબરે સોશ્યલ મિડિયા પર લોંચ કરશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. આજે આ ટ્રેલરને ડિજિટલી રિલિઝ કરવાની ફિલ્મ સર્જકની યોજના છે. મોંગાએ એક નિવેદનમાં જણાવ્યા મુજબ અમે સામે ચાલીને પ્રિયંકાને વિનંતી કરી હતી કે અમારી ફિલ્મના ટ્રેલરને તમે લોંચ કરો એવી અમારા સૌની ઇચ્છા છે. આ પહેલું એવું ટ્રેલર છે જેમાં દર્શકોએ ફિલ્મ સર્જકો સાથે વિચાર વિનિમય કર્યો છે. પ્રિયંકાએ આ ટ્રેલર જોયું હતું અને એને ગમ્યું હતું કે ટ્રેલરનો અંત દર્શકોએ નક્કી કર્યો હતો. આ એક ઇન્ટરએક્ટિવ  ટ્રેલર છે. પ્રિયંકાએ ટ્રેલર જોયા પછી તરત એને રિલિઝ કરવાની સંમતિ આપી હતી. સોમવાર ચોથી ડિસેંબરે એ સોશ્યલ મિડિયા પર આ ઇન્ટરએક્ટિવ ટ્રેલરને લોંચ કરવાની છે. પ્રિયંકા આજે ગ્લોબલ અભિનેત્રી બની ચૂકી છે અને એની પ્રતિભા વિશે બેમત નથી. એ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરતી અભિનેત્રી છે. એણે આ ટ્રેલરને લોંચ કરવાની હા પાડી અને અમને સપોર્ટ આપ્યો તેથી અમે એના ઋણી છીએ.

(7:03 pm IST)