ફિલ્મ જગત
News of Friday, 4th October 2019

સુશાંત-જેકલીનની 'ડ્રાઈવ-1' રિલીઝ થશે નેટફ્લિક્સ પર

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને જેકલીન ફર્નાન્ડિઝ અભિનીત બહુચર્ચિત ફિલ્મ 'ડ્રાઇવ' 1 નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. સ્ટીમિંગ પોર્ટલે શુક્રવારે 'ડ્રાઇવ' માટે લોન્ચ તારીખની ઘોષણા કરી. તરુણ મનસુખની તેના દિગ્દર્શક છે અને આ ફિલ્મ ધર્મ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે.ફિલ્મ 'મકના' નું પહેલું ગીત શુક્રવારે લોન્ચ થયું હતું, આ ગીતનું શૂટિંગ ઇઝરાઇલની સુંદર જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બોમન ઈરાની, પંકજ ત્રિપાઠી અને વિભા છિબર પણ છે.આઈએએનએસને આપેલા ઇન્ટરવ્યુમાં સુશાંતે અગાઉ કહ્યું હતું કે, "જ્યારે તમે ફિલ્મ જોઇ રહ્યા છો, ત્યારે તમને ખબર નહીં પડે કે હવે પછીની ક્ષણે શું થવાનું છે."આ પહેલી વાર હશે જ્યારે સુશાંત અને જેક્લીન પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે.

(5:24 pm IST)