ફિલ્મ જગત
News of Friday, 4th October 2019

નાગિન-૪ માટે એકતાની તૈયારીઃ પ્રોમો સામે આવ્યો

ટીવી પરદે નાગિન શોએ ખુબ જમાવટ કરી હતી. આ શોના અસંખ્ય ચાહકોને નાગિન શોની ત્રણેય સિરીઝ પસંદ પડી હતી. હવે નાગિન-૪ લાવવા એકતા કપૂરે તૈયારી કરી છે. ચોથી સિઝનનો પ્રોમો પણ રજૂ કરી દેવામાં આવ્યો છે. નાગિન-૪ માટે એકતા કપૂર સમયાંતરે નવી નવી વિગતો જાહેર કરતી રહે છે. હવે નાગિન-૪નો જે પ્રોમો સામે આવ્યો છે તેમાં બે નાગિનર એક સાથે જંગલમાં જઇ રહેલી અને શિવજીની પૂજા કરતી જોવા મળી રહી છે. શિવલીંગ સામે આ બંને નાગિન હાથ જોડીને બેઠેલી દેખાય છે અને નાગમણિ પણ જોવા મળે છે. આ બંને નાગિનના ચહેરા હજુ દેખાડવામાં આવ્યા નથી. જેથી નાગિન-૪માં કોણ કોણ અભિનય કરશે તે વિશે હજુ સસ્પેન્સ રખાયું છે. પ્રોમો જોતાં તે ખુબ દિલચશ્પ જણાય છે. દર્શકો એ જાણવા અધિરા છે કઇ-કઇ રૂપસુંદરી આ વખતે એકતાની નાગિનનો તાજ પહેરશે? સુરભિ જ્યોતિ, ક્રિસ્ટલ ડિસૂઝા અને પૂજા બેનર્જીના નામ આ માટે આગળ છે.

 

(9:45 am IST)