ફિલ્મ જગત
News of Friday, 4th October 2019

શાહરૂખ ખાનની ઇચ્છા હવે પુરી થશે

બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનના ચાહકો માટે ખુશખબર છે. ટૂંક સમયમાં તે એક ફિલ્મમાં જોવા મળશે. જો કે આ વખતે હીરો તરીકે નહિ પણ વિલન તરીકે સામે આવશે. અગાઉ પણ શાહરૂખે બાજીગર, ડર, અંજામ સહિતની ફિલ્મોમાં નેગેટીવ રોલ નિભાવીને પણ દર્શકોની વાહ-વાહ મેળવી હતી. આ વખતે તે હોલીવૂડની હિન્દી રિમેક કરી રહ્યો છે. કિલ-બિલની હિન્દી રિમેકનું નિર્દેશન અનુરાગ કશ્યપ કરશે. શાહરૂખ ખાનની ઇચ્છા લાંબા સમયથી અનુરાગ સાથે કામ કરવાની હતી. આ ઇચ્છા હવે પુરી થશે. નિખિલ દ્વિવેદીએ કિલ-બિલની હિન્દી રિમેક બનાવવાના રાઇટ્સ ખરીદી લીધા છે. શાહરૂખના આ ફિલ્મમાં વિલનનો રોલ આપવા માટે વાતચીત થઇ રહી છે. શાહરૂખ છેલ્લે આનંદ એલ. રાયની ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. એ ફિલ્મ ફલોપ નિવડી હતી. ત્યારથી શાહરૂખ કોઇ ફિલ્મ કરી રહ્યો નથી. હવે તે આ ફિલ્મમાં જોવા મળશે. હોલીવૂડની કિલ-બિલમાં બદલા પર આધારીત કહાની છે.

 

(9:45 am IST)