ફિલ્મ જગત
News of Thursday, 4th October 2018

સૈફ અલી ખાન ફિલ્મ જવાની જાનેમનની તૈયારીમાં

મુંબઈ:છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાન હાલ પોતાની આગામી ફિલ્મ જવાની જાનેમનની પૂર્વતૈયારીમાં બીઝી હોવાની માહિતી મળી હતી.અગાઉ સૈફ અને દિનેશ વીજન સાથે મળીને ફિલ્મો બનાવતા હતા. તેમણે કેટલીક સારી ફિલ્મો આપી જેમાં લવ આજ કલ, કૉકટેલ અને ગો ગોવા ગોન જેવી ફિલ્મોનો સમાવેશ થયો હતો. ત્યારબાદ બંને છૂટા પડયા અને દિનેશે પોતાની અલગ ફિલ્મ કંપની સ્થાપી.હવે સૈફ પણ પોતાના નવા બેનર બ્લેક નાઇટ ફિલ્મ્સ હેઠળ જવાની જાનેમન નામની ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. એની ભાગીદારીમાં જય સેવકરામાણીની કંપની નોર્ધર્ન લાઇટ્સ છે.ટ્રેડ પંડિત તરણ આદર્શે આ ઘટનાને સોશ્યલ મિડિયા પર રજૂ કરતાં લખ્યંુ કે જવાની જાનેમન આવતા વરસે ફ્લો ર પર જવાની શક્યતા છે. સૈફની નવી કંપની હાલના કેટલાક કમિટમેન્ટ્સ પૂરાં કર્યા બાદ ૨૦૧૯ના માર્ચમાં સક્રિય થશે.સૈફ હાલ નેટફ્લીક્સની વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની કામિયાબીના કારણે ફૂલ ફોર્મમાં  છે. એની નિખિલ અડવાણી નિર્મિત ફિલ્મ બાઝાર રજૂઆતને આરે છે. સાથોસાથ એણે ડાયરેક્ટર નવદીપ સિંઘની હન્ટર સાઇ કરી છે જેમાં એ એક પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યો છે.

(4:51 pm IST)