News of Wednesday, 4th August 2021
સારા અલી ખાનને થઇ નાક પર ઇજા: માતા-પિતા પાસે માંગી માફી
મુંબઈ: ફિલ્મના શૂટિંગ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ઘાયલ થઈ હતી. તેને નાક પર ગંભીર ઈજા થઈ છે. સારાએ પોતે આ માહિતી તેના સોશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને આપી છે. વીડિયો શેર કરીને સારાએ તેના પિતા સૈફ અલી ખાન, માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાનની માફી પણ માંગી છે.
(6:09 pm IST)